અમદાવાદ: Reliance Jio 44 કરોડથી વધુ ગ્રાહકો ધરાવવાની સાથે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. Jio ગ્રાહકો ને લૂભવવા માટે નવા આકર્ષક પ્લાન લાવતું રહે છે. Jio એ તાજેતરમાં તેના ગ્રાહકો માટે એક નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન માં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને મફત OTT સબ્સ્ક્રિપ્શન મળે છે.
શું છે આ પ્લાનની ખાસિયત?
• લાંબી વેલિડીટી: આ રિચાર્જ પ્લાન 84 દિવસ (3 મહિના) ની લાંબી વેલિડીટી ઓફર કરે છે, જેનો તમે ચિંતા મુક્ત થઈ લાંબાગાળા માટે ઉપયોગ કરી શકો છે.
• અનલિમિટેડ કોલિંગ: આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે.
• ડેટા પેક: આ પ્લાન 168GB ડેટા આપે છે, જે દરરોજ 2GB ડેટાના allotment સાથે આવે છે. આ ડેટા તમારી બધી ઑનલાઇન જરૂરિયાતો જેમ કે વેબ બ્રાઉઝિંગ, સ્ટ્રીમિંગ અને ડાઉનલોડ્સ માટે પૂરતો છે.
• અનલિમિટેડ 5G ડેટા: આ પ્લાન દ્વારા 5G નેટવર્ક ઉપલબ્ધ હોય ત્યાં અનલિમિટેડ 5G ડેટા નો આનંદ માણી શકશો.
• 100 SMS: આ પ્લાન દરરોજ 100 SMS કરવાની સુવિધા આપે છે.