iPhoneનું આ ચોથું સ્પેશિયલ એડિશન OLED ડિસ્પ્લે સાથે આવશે તેવું જાણવા મળ્યું છે આ ફોન અન્ય ફોનની તુલનામાં ખૂબ જ સસ્તો હશે અને આ ફોન વિશે કેટલાક માહિતી બહાર પાડવામાં આવી છે. જેમાં તેની ડિસ્પ્લે વિશે જાણકારી મળી રહી છે.
ડિસ્પ્લે માં થશે મોટો ફેરફાર!
iPhone SE 4 માં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે જોવા મળશે જે ખૂબ જ ઓછી કિંમતમાં મળશે. અત્યાર સુધી એપલના મોટાભાગના ફોનમાં સેમસંગની ડિસ્પ્લે જોવા મળતી હતી પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે iphone SE 4 માં ડિસ્પ્લે Samsung ની નહીં પણ ચીની ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ બનાવનાર કંપની BOE દ્વારા બોલી જીતવામાં આવી છે.
એપલની Samsung, BOE અને Tianma સાથે ડીલ ચાલી રહી હતી પરંતુ Samsung દ્વારા પ્રત્યેક ડિસ્પ્લે નો ચાર્જ 35 થી 40 ડોલર કરવામાં આવ્યો જ્યારે BOE દ્વારા પ્રત્યેક ડિસ્પ્લે માટે માત્ર 30 ડોલરની ડિમાન્ડ કરવામાં આવી હતી. જેથી એપલે BOE સાથે પોતાની ડીલ ફાઈનલ કરી છે.
Iphone SE 4 ના ફીચર્સ:-
• 6.1 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવશે જે ફેસ અને ટચ આઈડી ના સપોર્ટ સાથે આવશે
• આ ફોનની ડિઝાઇન iphone 14 ના જેવી રાખવામાં આવશે
• ફોનમાં 6GB રેમ, 256GB અને 512GB સ્ટોરેજ નો વિકલ્પ આપવામાં આવશે
• આ ફોન iphone 15 ની જેમ USB Type C ચાર્જિંગ પોર્ટ સાથે આવશે.
આ ફોન ઓછા બજેટમાં શ્રેષ્ઠ ફીચર્સ વાળો ફોન શોધી રહેલા લોકો માટે આ ફોન એકદમ યોગ્ય છે. આ ફોનની કિંમત હજુ બહાર પાડવામાં આવી નથી. iPhone SE 4 ની લોન્ચિંગ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે 2024 ના અંતમાં અથવા 2025 ની શરૂઆતમાં લોન્ચ થવાની શક્યતા છે.