ગૂગલ I/O 2024: આવી રહ્યો છે ગૂગલનો મેગા ઇવેન્ટ, Pixel 8a થઈ શકે છે લોન્ચ!

Jaydeep
By -
0


Google દ્વારા તેના વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ માટે ઇવેન્ટની તારીખનું એલાન કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે કંપની 14, મે ના રોજ ઇવેન્ટ શરૂ કરવા જઈ રહી છે. મળેલી બાતમીના અનુસાર ગૂગલનું આ ઇવેન્ટ અન્ય ઇવેન્ટની જેમજ શાનદાર હોય તેવી શક્યતા છે. આ ઇવેન્ટમાં ગૂગલ તેના ઘણા નવા પ્રોડક્ટ રજૂ કરી શકે છે. જેમાં જેનેરિક આર્ટીફીર્સિયલ ઇન્ટેલિજન્સ પર બધાનું ધ્યાન રહેશે.

 

Google mega event


શું છે આ ઇવેન્ટ?


કંપની આ I/O ઇવેન્ટ મારફતે આપની સમક્ષ તેના કેટલાક નવા ગેજેટ્સની ઝલક રજૂ કરી શકે છે કહિશકાય છે કે કંપની આ ઇવેન્ટમાં નવા pixel સિરીઝ ના ફોન આપની સામે લાવી શકે છે જેમાં pixel 8a ni રજૂઆત કરી શકે તેવી શક્યતા લાગી રહી છે. જોકે હમણાજ pixel 8 લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હવે pixel 8a ના લૉન્ચ ની સમય થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. 


Pixel 8a માં હશે આ ખાસ ફીચર્સ


રીપોર્ટસ પ્રમાણે Pixel 8a વિશે માહિતી પ્રાપ્ત થઈ છે કે આ ફોનને 8GB રેમ, 128/256GB સ્ટોરેજ, ટેન્સર G3 પ્રોસેસર, Android 14, ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 27W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે રજૂ કરી શકાય છે.


Google તેના આ અગત્યના ઇવેન્ટમાં  Andriod 15 ના ડેવલૉપર વર્ઝન અને નવા સોફ્ટવેર ને લૉન્ચ કરી શકે છે અથવા તો કંપની તેના નવા આવિષ્કાર દ્વારા આપને કદાચ વિચાર્યું પણ ન હોય તેવું કંઇક નવું લાવી શકે છે જોકે ગૂગલ દ્વારા સ્પષ્ટ રીતે તેના ખાસ ઇવેન્ટ વિશે કોઈ પણ વધુ જાણકારી બહાર પાડવામાં આવી નથી 


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)