Honor એ લોન્ચ કર્યા બે દમદાર બજેટ સ્માર્ટફોન, જાણો શું મળશે ફીચર્સ!

Jaydeep
By -
0

Honor દ્વારા એક સમાન ડિઝાઇન વાળા બે ફોન લોન્ચ કરી દીધા છે હાલ બંને ફોનની સેલ ચાઇનામાં શરૂ થઈ ગઈ છે ફોન ના નામ Honor Play 50 અને Play 50m રાખવામાં આવ્યા છે બંને ફોન સમાન સ્પેસિફિકેશન સાથે આવે છે પરંતુ તેમની કિંમતમાં તફાવત જોવા મળે છે જેના વિશે આપણે આગળ માહિતી મેળવીએ


ઓનર કંપનીએ અચાનક જ ચાઈનીઝ બજારમાં તેના બે સમાન દેખાવ વાળા ફોન ઉતારી દીધા છે સમાન પ્રોસેસર અને કેમેરા સાથે આવનાર ફોનના અન્ય મોટાભાગના સ્પેસ સમાન જોવા મળે છે તો શું છે આ ફોનમાં અલગ તે જાણીએ


સ્પેસિફિકેશનમાં શું છે સમાનતા અને તફાવત!


ડિસ્પ્લે - બંને ફોનમાં 6.56 ઇંચની વોટર પ્રુફ TFT LCD ડિસ્પ્લે જે 720x1612p રિઝોલ્યુશન અને 90hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે.

કેમેરા - બંને ફોનમાં 5MP સેલ્ફી કેમેરા અને રિયરમાં 13MP પ્રાઇમરી કેમેરા મળે છે.

પ્રોસેસર - MediaTek Dimensity 6100+ પ્રોસેસર બંને ફોનમાં સમાન મળી આવે છે.

બેટરી - 5200mah બેટરી સાથે આવનાર બંને ફોન 10W ના ચાર્જર સાથે આવે છે.

સિસ્ટમ OS - Android 14 વર્ઝન સાથે બંને ફોન MegicOS 8.0 સિસ્ટમ સાથે આવશે.

કલર ઓપ્શન - Honor Play 50 માં સ્ટાર પર્પલ, બ્લેક જેડ ગ્રીન અને મેજિક નાઈટ બ્લેક આમ ત્રણ કલર ઓપ્શન જોવા મળશે.
Honor Play 50m મા મેજીક નાઇટ બ્લેક અને સ્કાય બ્લુ કલર ઓપશન જોવા મળશે.



બંને ફોનના વેરિયન્ટ્સની કિંમત:-


મોડેલ RAM + સ્ટોરેજ કિંમત (CNY) આશરે કિંમત (₹)
Honor Play 50 6GB + 128GB 1199 ₹13,834
Honor Play 50 8GB + 256GB 1399 ₹16,141
Honor Play 50m 6GB + 128GB 1499 ₹17,295
Honor Play 50m 8GB + 256GB 1899 ₹21,910




ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)