ક્રોમ બ્રાઉઝર નો ઉપયોગ કરી રહ્યા છો તો તરત જ કરી દો અપડેટ, નહિતર ફોન થઈ શકે છે હેક!

Anand
By -
0

 

અમદાવાદ : દુનિયાભર ના સૌથી વધુ લોકપ્રિય વેબ બ્રાઉઝર ક્રોમ મા નવું સુરક્ષા ફીચર રજૂ કરવામાં આવ્યું છે. આ નવું ફીચર, રીઅલ-ટાઈમ પ્રોટેક્શન, વધતી જતી ફિશિંગ અને સ્કેમ ની ધમકીઓ સામે વધારાની સુરક્ષા પ્રદાન કરશે. ઉ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભારત સરકારના સાઇબર સુરક્ષા વિભાગ (CERT) એ ગૂગલ ક્રોમ નો ઉપયોગ કરતા યુઝર્સ માટે ચેતવણી આપી હતી.


Google Chrome new scam update in Gujarati


રીઅલ-ટાઈમમાં પ્રોટેક્શન ફીચર:


રીઅલ-ટાઈમ પ્રોટેક્શન એક સતર્ક સુરક્ષા વ્યવસ્થા છે જે વપરાશકર્તાઓ દ્વારા વિઝિટ કરેલી વેબસાઇટનું રીઅલ ટાઇમમાં મૂલ્યાંકન કરે છે. જો કોઈ વેબસાઇટ ખરાબ વેબસાઇટ્સની યાદીમાં સમાયેલી હોય અથવા શંકાસ્પદ લાગતી હોય, તો આ ફીચર વપરાશકર્તાને  નોટીફિકેશન મોકલીને ચેતવણી આપશે. અને શંકાસ્પદ વેબસાઇટ્સની ઍક્સેસને અટકાવશે જેથી કરીને યુઝર્સની અંગત માહિતી કોઈપણ રીતે લીક ન થાય.


ગુગલ અને ફાસ્ટલીની ભાગીદારી :


રીઅલ-ટાઈમ પ્રોટેક્શન ને સક્ષમ બનાવવા માટે, ગુગલે કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક (CDN) પ્રોવાઈડર ફાસ્ટલી સાથે ભાગીદારી કરી છે. જેના દ્વારા, વપરાશકર્તા કોઈપણ વેબસાઇટની મુલાકાત લે તે પહેલાં તેની URL અને IP સરનામું તપાસવામાં આવશે. આ રીતે વપરાશકર્તાને સુરક્ષિત રાખી શકાય છે.


AI સુવિધાઓ :


ગુગલે એવું પણ સૂચવ્યું છે કે રીઅલ-ટાઈમ પ્રોટેક્શનમાં AI સુવિધાઓનો સમાવેશ થાય છે, જે યુઝર્સ ને વધુ સુરક્ષા પ્રદાન કરશે. આ વિશેની વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)