અમદાવાદ: Samsung દ્વારા MacBook ને ટક્કર આપવા માટે તેના Samsung Galaxy Book 4 ને ભારતીય બજારમાં બજેટ કિંમતમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ લેપટોપ ઘણા AI ફિચર્સ થી લેસ છે જે તમને ફોટો અને વીડિયો એડિટ કરવા માટે મદદ કરશે. આ લેપટોપને બે કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
સેમસંગ દ્વારા મૅકબુકના પ્રતિસ્પર્ધી ગેલેક્સી બુકને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે સેમસંગના ઘણા લેપટોપ ભારતીય બજારમાં અવેલેબલ છે પરંતુ આ લેપટોપ બજેટ કિંમતમાં પ્રીમિયમ અનુભવ આપે છે ગેલેક્સી બુક 4 એ ઇન્ટેલના નવા Intel Core Ultra સાથે જોવા મળશે.
Galaxy Book 4 ના સ્પેસિફિકેશન:-
• ગેલેક્સી બુક માં 15.6 ઇંચ ની FHD+ AMOLED ડિસ્પ્લે જોવા મળે છે જે 120hz રિફ્રેશ રેડ સાથે આવે છે.
• ઇન્ટેલ ના નવા Intel Core Ultra 5 અને 7 ના વિકલ્પ સાથે મળે છે.
• 8GB અને 16GB રેમ ઓપશન મળે છે અને 512GB સ્ટોરેજ મળે છે, જે 1TB સુધી એક્સપેન્ડેબલ છે.
• Windows 11 સાથે આવનાર આ લેપટોપમાં Hello સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે
અન્ય ફીચર્સ:-
લેપટોપમાં 720p વેબકેમ છે. પોર્ટસમાં USB Type C, USB 3.2 Gen 2, HDMI, Micro SD Card જોવા મળે છે. આ લેપટોપ માત્ર 1.55 કિલો વજન સાથે આવે છે.
વેરીઅન્ટ ની શું છે કિંમત?
ભારતમાં આ લેપટોપને અલગ અલગ વેરીઅંટ માં લોન્ચ કરવામાં આવ્યું છે.
• ₹74,990 માં તમને 8GB RAM અને ધમાકેદાર Core Ultra 5 પ્રોસેસર મળે છે
• ₹79,990 માં તમને 16GB RAM અને Core Ultra 5 પ્રોસેસર મળે છે. વધુ મલ્ટી ટાસ્કિંગ માટે જોઈએ તો, ₹89,990 માં 16GB RAM અને Core Ultra 7 પ્રોસેસર ધરાવતું ટોચનું મોડલ પણ ઉપલબ્ધ છે.
લેપટોપ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ અને કેશબેક!
લેપટોપના લોન્ચની સાથે જ કંપનીએ તેના પર કેટલીક શાનદાર ઓફર પણ જાહેર કરી છે. જો તમે આ લેપટોપ ખરીદો છો, તો તમને ₹5,000/-નું આકર્ષક કેશબેક મળશે. ફક્ત એટલું જ નહીં, જો તમે વિદ્યાર્થી છો તો તમને 10%નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તમે આ લેપટોપને 24 મહિનાની નો-કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો.