Call of Duty: Warzone Mobile આવી ગઈ છે BGMI ને ટક્કર આપવા, 21 માર્ચે ગેમ લૉન્ચ થાય પહેલા ટીઝર થયું રિલીઝ

Jaydeep
By -
0


Call of Duty: Warzone Mobile ની રિલીઝ તારીખ 21 માર્ચ બહાર પાડવામાં આવી છે આ ગેમનું પ્રિ- રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે કંપનીના જણાવ્યા અનુસાર કંપનીને આ ગેમના 50 મિલિયન જેટલા પ્રિ-રજીસ્ટ્રેશન મળ્યા છે આ ગેમ iphone અને એન્ડ્રોઇડ બંને પર ચાલી શકે છે.


Call of Duty: Warzone Mobile news in Gujarati


શું છે જે આ ગેમને ખાસ બનાવે છે?

  • Warzone Mobile માં ગેમર્સને 2 લાર્જ સ્કેલવાળા મેપ્સ નો એક્સેસ મળશે.

  • તેમાંના એક મેપમાં 120 જેટલા પ્લેયર એક સાથે રમી શકશે

  • સૂત્રો અનુસાર આ ગેમને પણ વારંવાર અપડેટ મળતા રહેશે

  • Season Battle Pass માટે Warzone Mobile દ્વારા ઓફર પણ મળી રહે છે

  • આ ગેમ 21 માર્ચના રોજ લોન્ચ થવા જઈ રહી છે જે IOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે


ગેમર્સ માટે આ ખુશ ખબર છે!


મોબાઈલ ગેમિંગના રસીયાઓ માટે આ ખુશખબર છે Call of Duty દ્વારા Warzone Mobile નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં તેનો ગેમપ્લે જોવા મળી રહ્યો છે આ ગેમ BGMI ને ટક્કર આપવા માટે બનાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે BGMI અને Warzone Mobile બંને એક જ કન્ટેન્ટ પર બેઝ છે અગાઉ જ્યારે કોલ ઓફ ડ્યુટી નું પહેલું વર્ઝન સામે આવ્યું ત્યારે તેનો પણ ખૂબ જ ક્રેઝ વધી ગયો હતો કંપનીના જણાવ્યા અનુસાર હાલ સુધીમાં 50 મિલિયન થી પણ વધુ પ્રિ-રિઝર્વેશન મળી ગયા હશે જે ખૂબ જ મોટો આંકડો છે.


આ પણ વાંચો: Vivo T3 5G: ખૂબ જ ઓછી કિંમતમાં લૉન્ચ થઈ રહ્યો છે આ 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ વિશે!


જો તમે પણ Warzone Mobile ગેમ લોન્ચની સાથે જ મેળવવા માંગતા હોવ તો તેનું પ્રિઝર્વેશન જરૂર કરાવી લેવું ફ્રી રિઝર્વેશન દ્વારા ગેમર્સને તેની લોન્ચ સમયે નોટિફિકેશન મળી જાય છે અથવા ઓટોમેટીક ફોનમાં ડાઉનલોડ પણ થવાનો વિકલ્પ મળી રહે છે તેના પ્રિય રિઝર્વેશન માટે એપલ એપ સ્ટોર અથવા google play store પર જઈ શકો છો.



આ ગેમના મેપ્સમાં શું છે ખાસ?

આપણે તેના મેપ્સની વાત કરીએ તો તેમાં Verdansk અને Rebirth આઇસલેન્ડ મેપ્સ નું એક્સેસ મળશે. Verdansk ની વિશેષતાની વાત કરીએ તો તેમાં 120 પ્લેયરો રમી શકશે ઉપરાંત નવા મેપ્સ, વેપન, ઓપરેટર ઉપરાંત ઘણું નવું જોવા મળશે Rebirth તરફ ધ્યાન દોરીએ તો તેમાં પ્લેયર્સ ની સંખ્યા 48 હશે. જાણવા મળ્યું છે કે Warzone Mobile ને અપડેટ મળતા રહેશે.



હવે શું થશે Call of Duty Mobile નું


સુત્રો દ્વારા જાણકારી મળી છે કે Call of Duty Mobile બંધ કરવામાં આવશે નહીં તેને પણ નવા અપડેટ્સ સાથે ચાલુ રાખવામાં આવશે.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)