BSNL એ લોન્ચ કર્યા સસ્તા બ્રોડબેન્ડ પ્લાન! 4000GB ડેટા અને 125Mbps ની સ્પીડ, માત્ર ₹599 થી શરૂ!

Anand
By -
0


અમદાવાદ: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા તેના બે બ્રોડબેન્ડ પ્લાનમાં ડેટા અને સ્પીડ બન્નેમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા આ બ્રોડબેન્ડ પ્લાનમાં 3300GB ડેટા મળતો હતો જેને વધારીને 4000GB કરી દેવામાં આવ્યો છે. આ બે પ્લાન ખૂબ જ ઓછી કિંમતમાં વધારે સુવિધા આપે છે. BSNL ના આ પ્લાન Jio અને Airtel ને ટક્કર આપશે. આ પ્લાનમાં ફ્રી OTT સબ્સ્ક્રિપ્શન મળે છે.



BSNL દ્વારા યુઝર્સને મોટી ભેટ આપવામાં આવી છે. ટેલિકોમ કંપની BSNL એ તેના બે બ્રોડબેન્ડ પ્લાનની સ્પીડમાં વધારો કર્યો છે. સાથે જ, યુઝર્સને આ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્લાનમાં હવે વધુ ડેટા લિમિટ પણ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડ ના આ બ્રોડબેન્ડ પ્લાન Bharatnet Fibre હેઠળ ઓફર કરવામાં આવી રહ્યા છે.



BSNL ₹599 વાળો બ્રોડબેન્ડ પ્લાન:-


ભારત સંચાર નિગમ લિમિટેડ પહેલા આ પ્લાનમાં 60Mbpsની સ્પીડની સાથે મહિના માટે 3300GB ડેટા FUP (ફેર યુઝ પોલિસી) લિમિટ હેઠળ ઓફર કરી રહ્યું હતું. હવે આ બ્રોડબેન્ડ પ્લાનમાં યુઝર્સને કુલ 4,000GB ડેટાનો લાભ FUP લિમિટ સાથે મળશે. આ લિમિટ ખતમ થયા પછી ઇન્ટરનેટની સ્પીડ 4Mbps થઈ જશે. હવે આ પ્લાનમાં યુઝર્સને હવે 75Mbpsની સ્પીડથી ઇન્ટરનેટનો લાભ મળશે.



BSNL ₹699 વાળો બ્રોડબેન્ડ પ્લાન:-


BSNL ના આ બ્રોડબેન્ડ પ્લાનમાં પણ પહેલા યુઝર્સને 60Mbpsની સ્પીડથી પૂરા મહિના માટે 3300GB ડેટા FUP લિમિટ સાથે ઓફર કરવામાં આવી રહ્યું હતું. હવે આ પ્લાનમાં યુઝર્સને 4,000GB ડેટાનો લાભ મળશે. સાથે જ, આ પ્લાનમાં 125Mbps ઇન્ટરનેટ સ્પીડ મળે છે.


BSNL આ પ્લાનમાં Disney+ Hotstar નું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે. જેના દ્વારા તેઓ મનપસંદ ફિલ્મો, શો અને વેબ સિરીઝનો આનંદ માણી શકશે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે. જો તમારા વિસ્તારમાં BSNL નું નેટવર્ક સારું આવતું હોય તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)