અમદાવાદઃ ભારતમાં ધીમે ધીમે ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો છે. તેવામાં ભારતના કરોડો ગેમર્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરકાર ફરી એકવાર PUBG Mobile ના ભારતીય વર્ઝન BGMI પર પ્રતિબંધ લગાવી શકે છે.
ઉલ્લેખનિય છે કે 2022 માં સુરક્ષાના કારણોસર અને IT Act 69A ના ઉલ્લંઘન બદલ ભારતમાં BGMI પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે, 2023 માં સરકારે આ પ્રતિબંધ હટાવી લીધો હતો. હવે મળતી માહિતી અનુસાર, સરકાર BGMI પર પ્રતિબંધ લગવવાની તૈયારીમાં છે. આ મામલે આગામી અઠવાડિયે Krafton કંપનીના અધિકારીઓ સરકારી એજન્સીઓ સાથે મુલાકાત કરી શકે છે.
ડેટાના ગેરકાયદે ઉપયોગની આશંકા:
- સરકારને શંકા છે કે, Krafton કંપની ભારતીય યુઝર્સના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરી રહી છે.
- આ ડેટાનો ઉપયોગ સાયબર હુમલા માટે થઈ શકે છે તેવું સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે.
- નિષ્ણાતોનું માનવું છે કે આ ડેટા અમેરિકા અને ચાઈનાના સર્વરમાં સ્ટોર કરવામાં આવી રહ્યો છે, જે ભારતની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.
ગેમિંગ ઈન્ડસ્ટ્રીને થશે અસર:
- BGMI ફરી બંધ થવાથી ભારતની વિકસતી ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર મોટી અસર પડશે.
- એક અહેવાલ અનુસાર, ભારતમાં 45 કરોડ ગેમર્સ છે, જેમાંથી 10 કરોડ રોજિંદા મોબાઈલ ગેમ રમે છે.
નોંધઃ હાલમાં આ માત્ર સંભાવના છે અને BGMI પર પ્રતિબંધ લાદવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.