Xiaomi એ લોન્ચ કર્યો ફલેગશિપ સ્માર્ટફોન, કેમેરાની ક્વોલિટી જોઈને ચોંકી જશો!

Anand
By -
0


અમદાવાદ: Xiaomi એ ભારતમાં તેની 14 સિરીઝ લોન્ચ કરી છે. જેમાં તેને પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન, Xiaomi 14 અલ્ટ્રા લોન્ચ કર્યો છે. ખાસ કરીને આ ફોન તેના કેમેરાના કારણે વધુ ચર્ચામાં છે. આ ફોન DSLR જેવા ફોટા લેવાની ક્ષમતા ધરાવે છે. આ ફોનમાં કુલ 4 કેમેરા જોવા મળે છે.



આ ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 3 મોબાઈલ પ્રોસેસર છે. જે ફોનને પાવરફુલ પરફોર્મન્સ પ્રદાન કરે છે. જેના કારણે આ ફોનમાં હેવી ગેમિંગ અને મલ્ટી ટાસ્કિંગ થઈ શકે છે. વાત કરીએ બેટરી ની તો આ સ્માર્ટફોન 5300 MAH ની બેટરી અને 90W ના ફાસ્ટ ચાર્જર સાથે આવે છે. જે ફોનને 30 મિનિટમાં ફૂલ ચાર્જ કરી આપે છે.


Xiaomi 14 ના સ્પેસિફિકેશન્સ :


ડિસ્પ્લે- Xiaomi 14 Ultra માં કંપનીએ 120Hz રિફ્રેશ રેટ સાથે 6.73 ઇંચની OLED ડિસ્પ્લે આપી છે. જે QHD+ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે.

પ્રોસેસર- આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર છે.

સ્ટોરેજ- ફોન 16GB RAM અને 512GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. 

બેટરી- કંપની એ ફોનમાં 5,300mAh બેટરી આપી છે. જે 90W ના વાયર્ડ અને 50W ના ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે.

કલર- Xiaomi 14 Ultra ને બ્લેક અને વ્હાઈટ એમ બે કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

કેમેરા- આ ફોનમાં 50MP પ્રાઇમરી કેમેરા, 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા, 50MP 3.2x ટેલિફોટો અને 50MP 5x પેરિસ્કોપ ટેલિફોટો, 32MP સેલ્ફી કેમેરો છે.



કિંમત અને ઉપલબ્ધતા:

શાઓમી 14 અલ્ટ્રા 16GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ₹99,999 માં ઉપલબ્ધ રહેશે. તે કાળા અને સફેદ એમ બે રંગોમાં ખરીદી શકાશે. આ ફોનનું વેચાણ 12 માર્ચથી શાઓમીના ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પર શરૂ થશે.

 


વિશેષ ઓફર :

  • આ ફોન ખરીદવા ઉપર ICICI બેંકના કાર્ડ પર ₹5,000 નું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે.
  • કંપની XIAOMI 14 ultra ની ખરીદી પર એક્સ્ટ્રા ₹5,000 નું એક્સચેન્જ બોનસ આપી રહી છે.
  • 6 મહિના માટે એક વખત ફ્રીમાં સ્ક્રીન રિપ્લેસમેન્ટ કરી આપવામાં આવશે.
  • 3 મહિના માટે YouTube Premiumનું સબ્સ્ક્રિપ્શન મળશે.


શાઓમી નો દાવો છે કે Xiaomi 14 Ultra ફોનનો કેમેરો DSLR જેવી ક્વોલિટીનો છે. જેથી આ ફોન સેમસંગ S24 અને Iphone 15 Pro Max જેવા ફોનને ટક્કર આપશે.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)