સરકારે આપી ચેતવણી! આ નંબરથી આવી રહ્યા છે કૉલ તો થઈ જાવ સાવધાન, ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

Anand
By -
0


અમદાવાદ: ભારત સરકારના ટેલિકોમ વિભાગે ચેતવણી આપી છે કે કેટલાક સ્કેમર્સ ભારતીય નાગરિકોને વોટ્સએપ કોલ કરીને છેતરી રહ્યા છે. જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો અને અજાણ્યા વિદેશી નંબર પરથી ફોન આવે છે તો આ એક ફ્રોડ કોલ છે.



સૌ પ્રથમ સ્કેમર્સ યુઝર્સને વોટ્સએપ નંબર પર કોલ કરે છે. અને પોતાને ટેલિકોમ વિભાગના અધિકારીઓ તરીકે ઓળખાવે છે પછી યુઝર્સને ડરાવે છે કે તેમનો ફોન નંબર ગેરકાયદેસર કામકાજમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે માટે ફોન નંબર ડિસ્કનેક્ટ કરી નાખવામાં આવશે. એમ કરીને તેઓ યુઝર્સ પાસેથી પૈસા અને અંગત માહિતી પૂછે છે.



આ નંબર પરથી આવતા કોલથી સાવચેત રહો:-


• ટેલિકોમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર કોઈપણ મોબાઈલ યુઝર્સને આ પ્રકારના કોલ કરતી નથી.


• જો તમને +92-xxxxxxxxxx જેવા વિદેશી નંબર પરથી વોટ્સએપ પર કોલ આવે છે, તો સાવચેત રહો. આ કોલ કરનારાઓ સ્કેમર્સ હોઈ શકે છે માટે તમારી કોઈ પણ અંગત માહિતી આપવી નહી.



આ રીતે ફરિયાદ કરો:-


• ટેલિકોમ વિભાગે જણાવ્યું છે કે જો કોઈની સાથે પણ આ પ્રકારનો ફ્રોડ થાય છે, તો તેની જાણ કરવા ભારત સરકારના ચક્ષુ પોર્ટલ (Chakshu-Report Suspected Fraud Communications)નો ઉપયોગ કરી શકે છે.


• જો તમે તમારા મોબાઈલ કનેક્શન અંગે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોવ તો સંચાર સાથી પોર્ટલ (Sanchar Saathi portal) પર જઈને માહિતી મેળવી શકે છે.


• જો કોઈની સાથે અન્ય કોઈપણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય છે તો તેના માટે, સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1920 પર કોલ કરી શકો છો. અથવા www.cybercrime.gov.in ની મુલાકાત લઈ શકો છો.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)