અમદાવાદ : Vivo તેના નવા Vivo T3 5G સ્માર્ટફોનને 21 માર્ચ, 2024ના રોજ ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોન MediaTek Dimensity 7200 પ્રોસેસર દ્વારા સંચાલિત થશે, જે AnTuTu સ્કોરના આધારે સૌથી ઝડપી પ્રોસેસર હોવાનું કહેવાય છે. આ ફોનને 21 માર્ચ ના રોજ લોન્ચ કરવામાં આવશે. Vivo એ ગઈકાલે તેના ઑફિસિયલ એક્સ એકાઉન્ટ પર આ વાતની પુષ્ટિ કરી છે.
Vivo T3 5G માં તમને 6.67-ઇંચની મોટી અને આકર્ષક FHD+ AMOLED ડિસ્પ્લે મળવાની અપેક્ષા છે, જે 120Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે જેથી તમને લેગ-ફ્રી અનુભવ મળે. આ ફોન 8GB RAM અને 128GB/256GB સ્ટોરેજ વિકલ્પ સાથે આવવાની સંભાવના છે જેમાં વધારાની સ્ટોરેજ માટે એક્સપેન્ડ કરવાનો વિકલ્પ પણ હોઈ શકે છે.
VIVO T3 5Gમાં ટ્રિપલ કેમેરા સેટઅપ જોવા મળી શકે છે. જેમાં 50MP નો પ્રાઈમરી કેમેરો મળશે. આ ફોન Cosmic Blue અને Crystal Flake એમ બે કલર માં લોન્ચ થશે. જેમાં 5000mAh ની બેટરી હશે જે ફોનને લાંબો બેટરી બેકઅપ પૂરો પાડશે. આ સ્માર્ટફોન 44W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે જેથી ઝડપથી ફોનને ચાર્જ કરી શકો છો.
Vivo T3 5G ને Flipkart પર પહેલેથી જ એક માઇક્રોસાઇટ બનાવી લાઇવ કરવામાં આવ્યો છે, જેના દ્વારા વિશેષતાઓ અને ડિઝાઇનના અંગે માહિતી પ્રાપ્ત કરી શકાય છે. કંપનીએ હજુ સુધી સત્તાવાર કિંમત જાહેર કરી નથી, પરંતુ ટેક નિષ્ણાતો ₹23,000 થી ઓછી કિંમતની આગાહી કરી રહ્યા છે.