આ ફોનને Samsung Galaxy F15 ના નામથી બજારમાં લોંચ કરવામાં આવ્યો છે. જેનું ભારતમાં Flipkart પરથી વેચાણ કરવામાં આવશે. આ ફોનમાં સેમસંગ ના ફ્લેગશીપ ફોનમાં આવતા ઘણા ફીચર્સ જોવા મળશે. આ ફોનમાં આવતા 5 વર્ષ સુધી સુરક્ષા અપડેટ્સ મળશે. ખાસ વાત એ છે કે આ ફોન 5G સ્પોર્ટ કરે છે.
સ્પેસિફિકેશન | |
---|---|
ડિસ્પ્લે | 6.6 ઇંચની Super AMOLED ડિસ્પ્લે, ફુલ HD પ્લસ રેઝોલ્યુશન, 90Hz રિફ્રેશ રેટ |
કેમેરો | 50MP પ્રાઈમરી કેમેરો, 5MP+2MP અન્ય સેન્સર, 13MP સેલ્ફી કેમેરો |
રેમ | 4GB, 6GB |
સ્ટોરેજ | 128GB, માઈક્રોSD કાર્ડ દ્વારા વધારી શકાય તેવું |
ઓપરેટિંગ સિસ્ટમ | Android 14 |
બેટરી | 6000 mAh |
કલર | Jazzy green, Groovy violet, Ash Black |
વાત કરીએ આ ફોનની કિંમત ની તો આ ફોન બે વેરીઅન્ટ માં ઉપલબ્ધ છે. જેમાં 4GB રેમ અને 128GB વાળા ફોનની કિંમત ₹12,999 અને 6GB રેમ અને 128GB મેમોરી વાળા ફોનની કિંમત ₹14,499 માં મળે છે. જેમાં HDFC BANK તરફથી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.