OnePlus Nord CE 4: સસ્તો ફલેગશિપ 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Jaydeep
By -
0


OnePlus તેની Nord સિરીઝનો નવો બજેટ સ્માર્ટફોન OnePlus Nord CE 4 લૉન્ચ કરવા જઈ રહ્યું છે. આ સ્માર્ટફોન Nord CE3 નું અપગ્રેડ વર્ઝન હશે. આ ફોનને ભારતમાં 1 એપ્રિલ ના રોજ લૉન્ચ કરવામાં આવશે. જેની માહિતી કંપનીએ પોતાની ઓફિસિયલ વેબસાઈટ પર શેયર કરી છે.


OnePlus Nord CE 4 in Gujarati review and news

આ ફોનને ભારતમાં 1 એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં Qualcomm Snapdragon 7 Gen 3 મોબાઈલ પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે ફોનની પરફોર્મન્સને પાવરફુલ બનાવે છે. વાત કરીએ બેટરી ની તો આ સ્માર્ટફોન માં 5000 MAH ની બેટરી છે.



OnePlus Nord CE4ના સ્પેસિફિકેશન્સ :


ડિસ્પ્લે- OnePlus Nord CE 4 માં કંપનીએ 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે આપી છે. જે 1080 x 2412 px રેસોલ્યુશન સાથે આવે છે.


પ્રોસેસર- આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર છે. જે ફોનને ઝડપી બનાવે છે. 


સ્ટોરેજ- ફોન 16GB RAM અને 512GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે જે 1TB સુધી અપડેટ કરી શકાય છે. 


બેટરી- કંપની એ ફોનમાં 5,000mAh બેટરી આપી છે. જે 80W ના વાયર્ડ  ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે.


કલર- Nord CE4 ને Dark Chrome (બ્લેક) અને Celadon Marble (બ્લૂ) એમ બે કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.


કેમેરા- આ ફોનમાં 50MP પ્રાઇમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા, 16MP સેલ્ફી કેમેરો છે જેના દ્વારા FHD @30fps વિડિયો રેકો્ડિંગ થઇ શકે છે.



કિંમત અને ઉપલબ્ધતા:

OnePlus Nord CE4  8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ₹27,999(આશરે) માં ઉપલબ્ધ રહેશે. આ ફોનનું વેચાણ 1 એપ્રિલથી OnePlusના ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પર શરૂ થશેઆ ફોન પર વિદ્યાર્થીઓને ખાસ ઑફર આપવામાં આવે છે.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)