અમદાવાદ: હાલમાં શોર્ટ વીડિયોના વધતા જતા ટ્રેન્ડના કારણે મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયોનો વિકલ્પ જોવા મળે છે. શોર્ટ વીડિયોની વધતી લોકપ્રિયતાને જોતા હવે Microsoftના સ્થાપક બિલ ગેટ્સ પણ ટૂંક સમયમાં લિંકડેન પર આ ફીચર લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફીચર ઈન્સ્ટાગ્રામ અને ટિકટોકને ટક્કર આપશે.
ભારતમાં TikTok બૅન થયા પછી ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. યુવાનોમાં શોર્ટ વિડિયો બનાવવા માટે Instagram ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામનો ફકત વિડિયો શેરિંગ જ નહીં પરંતુ ફોટો શેરિંગ માટે પણ તેનો ખૂબ ઉપયોગ થાય છે. હાલમાં ભારતમાં શોર્ટ વિડિયો માટે ઈન્સ્ટાગ્રામનો દબદબો છે. પરંતુ ટૂંક સમયમાં linkedin નો આ ફીચર તેને કડી ટક્કર આપશે.
યુઝર્સ ઉમેરી શકશે પ્રોફેશનલ ટોપિક!
સૂત્રોના જણાવ્યા મુજબ LinkedInનું શોર્ટ વિડિયો ફીચર અન્ય એપ્સથી ઘણું અલગ હોઈ શકે છે. નવા ફીચરમાં તમે કરિયર અને પ્રોફેશનલ ટોપિક્સને પણ ઉમેરી શકશો. કંપનીના જણાવ્યા મુજબ નવા વિડિયો ફીડ ફીચરથી યુઝર્સને નોકરી શોધવામાં પણ સરળતા રહેશે. હાલમાં આ ફીચરને ડેવલપ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર ને વર્ષના અંત ભાગમાં લોન્ચ કરવાની સંભાવના છે.
આપને જણાવી દઈએ કે Microsoftની માલિકીની કંપની LinkedIn આ સમયે એક નવા ફીચર પર કામ કરી રહી છે. હાલમાં, એવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી કે LinkedInના વીડિયો ફીડમાં યુઝર્સ ફક્ત વિડિયો જોઈ શકશે કે તેમને વિડિયો બનાવવાનો વિકલ્પ પણ મળશે. જો કંપની વિડિયો બનાવવાનો વિકલ્પ આપે છે, તો કયા પ્રકારના વિડિયો બનાવી શકાશે તેની માહિતી પણ હજુ સુધી આપવામાં આવી નથી.