Android 15: ફોન ગુમ થવાની ચિંતા દૂર, બંધ ફોન પણ ટ્રેક થશે!

Jaydeep
By -
0

અમદાવાદ: Google દ્વારા Android 15 ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, સૂત્રો દ્વારા Android 15 વર્ઝનની કેટલીક માહિતી અને ફીચર્સ બહાર પડ્યા છે જેમાં ફોન સ્વીચ ઓફ હશે તો પણ ટ્રેક થઈ શકશે જેના દ્વારા મોબાઈલ ખોવાઈ જવાની અથવા ચોરી થવાની સમસ્યાઓનો નિકાલ આવશે.

Android 15 News in Gujarati

ગૂગલ દ્વારા દરેક સપોર્ટેડ ફોનમાં એન્ડ્રોઇડ 15 નું અપડેટ મોકલી દેવામાં આવ્યું છે આ અપડેટ સૌપ્રથમ Pixel ફોન્ માં આપવામાં આવ્યું છે. Google તેના Android અપડેટ ની સાથે ઘણા સિક્યુરિટી અપડેટ્સ પણ મોકલતું રહે છે જેથી કરીને યુઝર્સની પ્રાઇવસી જળવાઈ રહે છે.


શું છે Android 15 નું ટ્રેક અપડેટ?


Google નું આ ફીચર દરેક ફોન માટે અતિ આવશ્યક છે આ અપડેટ મુજબ જ્યારે ફોન સ્વીચ ઓફ અથવા બંધ હશે ત્યારે તેમાં બ્લુટુથ ચાલુ રહેશે જેના દ્વારા બંધ ફોન પણ ટ્રેક કરી શકાશે અને તેની સ્થિતિ જાણી શકાય છે.

આ પહેલા લોકો Find My Device જેવા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ફોન ટ્રેક કરતા હતા જે માત્ર ફોન ચાલુ હોય ત્યારે જ કામ કરતું હતું બંધ ફોન દરમિયાન તે કંઈ જ કામનું રહેતું નહીં.


Android 15 માં જોવા મળશે એપ્લિકેશન અપડેટ


નવા વર્ઝન સાથે Google એપ્લિકેશન અપડેટ મોકલી શકે છે મળેલ માહિતી અનુસાર કામમાં ના આવતી હોય તેવી એપ્લિકેશનને Archive (આર્કાઇવ) કરી શકાશે જેથી આવી એપ્લિકેશનો ફોનની સ્ટોરેજ રોકશે નહીં અને ફોનમાં ઉપલબ્ધ રહેશે.


જોવા મળી શકે છે સ્ટોરેજ અપડેટ!


જાણવા મળ્યું છે કે નવા Android વર્ઝન અપડેટ બાદ દરેક એપ્લિકેશનની સાઈઝ ઘટાડી દેવામાં આવશે. જેથી મોબાઈલ સ્ટોરેજ ઓછી વપરાશે જેમ કે Google play store પર થી કોઈ એપ 200 MB ની હશે તો તેની સાઈઝ ઘટીને માત્ર 30 થી 50MB થઈ જશે.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)