અમદાવાદ: Airtel દ્વારા તેની પ્રથમ Airtel Payment Bank Smartwatch લોન્ચ કરવામાં આવી છે આ વોચ એરટેલે Noice અને MasterCard સાથે મળીને બનાવી છે. આ વોચમાં માસ્ટર કાર્ડ દ્વારા NFC ચીપ મૂકવામાં આવી છે જેના દ્વારા પેમેન્ટ કરી શકાશે આ વોચની ખાસિયત એ છે કે તેમાં એક દિવસમાં રૂપિયા 25,000 સુધીનું પેમેન્ટ કરી શકાશે.
Airtel ની આ સ્માર્ટવોચમાં હેલ્થ ટ્રેકર, સ્પોર્ટ્સ મોડ સાથે Tap-to-Pay ફીચર આપવામાં આવ્યું છે. નોઈસ કંપનીએ બનાવેલ આ વોચમાં માસ્ટર કાર્ડની એનએફસી ચીપ સાથે Airtel Payment Bank દ્વારા ટેપ ટુ પે ની સર્વિસ આપવામાં આવી છે આ વોચને એરટેલ થેન્ક્સ એપ પરથી ખરીદી શકાય છે.
Airtel Watch ની સ્પેસિફિકેશન્સ
ફીચર
વિગતો
ડિસ્પ્લે
1.85 ઇંચ TFT LCD
વોચ ફેસિસ
150થી વધુ
સ્પોર્ટ મોડ
120થી વધુ
બ્રાઇટનેસ
550 નીટ્સ
હેલ્થ ફીચર
SpO2 મોનિટરિંગ, હાર્ટરેટ મોનિટરિંગ, બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન
વોટર રેઝિસ્ટન્સ
IP 68
બેટરી
એક ચાર્જમાં 10 દિવસનું બેકઅપ
કલર ઓપ્શન
બ્લુ(blue), બ્લેક (black), ગ્રે (grey)
આવી રીતે કરી શકશો પેમેન્ટ?
આ ફિચરનો એરટેલ પેમેન્ટ બેંક ના યુઝર ઉપયોગ કરી શકશે જેના માટે એરટેલ પેમેન્ટ બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે અથવા સેવિંગ એકાઉન્ટ ખોલાવવું પડશે ત્યારબાદ સરળતાથી પ્રતિદિન ₹25,000 સુધી નું પેમેન્ટ થઈ શકશે.
શું છે આ વોચ ની કિંમત?
આ વોચ ની કિંમત માત્ર રૂપિયા 2,999 રાખવામાં આવી છે જેને એરટેલ થેન્ક્સ એપ પરથી ઓર્ડર કરી શકાશે.