ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેની Xstream AirFiber સેવામાં બે નવા ધમાકેદાર પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાન યૂઝરને ઓછી કિંમતમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને OTT સબ્સ્ક્રિપ્શનની સુવિધા આપે છે. આ પ્લાન એવા તમામ ગ્રાહકો માટે છે જેઓ ઓછા ખર્ચમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને OTT લાભો મેળવવા માંગે છે.
Airtel Xstream AirFiber શું છે?
Airtel Xstream AirFiber એક એવી ટેક્નોલોજી છે જે 5G ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાઇ-સ્પીડ વાયરલેસ ઇન્ટરનેટ પ્રદાન કરે છે. આ સેવા એવા વિસ્તારોમાં જ્યાં ફાઈબર નેટવર્ક નથી પહોંચતું, ત્યાં જ ઉપયોગી સાબિત થાય છે.
બે નવા ધમાકેદાર પ્લાન:
₹699 દર મહિને- આ પ્લાનમાં 40 Mbps ઝડપે 1TB ડેટાનો આનંદ માણી શકો છો. જેની સાથે 4K એન્ડ્રોઇડ બોક્સ (350+ લાઈવ ટીવી ચેનલ્સ), એરટેલ એક્સટ્રીમ પ્લે, Disney+ Hotstar ની સુવિધા મળે છે.
₹999 દર મહિને- આ પ્લાન માં 100 Mbps ની ઝડપે 1TB ડેટાનો આનંદ માણી શકો છો. જેમાં 4K એન્ડ્રોઇડ બોક્સ (350+ લાઈવ ટીવી ચેનલ્સ), એરટેલ એક્સટ્રીમ પ્લે, Disney+ Hotstar ની સુવિધા મળે છે.
આ પ્લાનની ખાસિયતો:
- આ પ્લાન અન્ય પ્લાનની તુલનામાં ઘણા ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.
- દર મહિને 1TB ડેટા આપવામાં આવે છે, જે સામાન્ય ઉપયોગ માટે પૂરતો છે.
- આ બોક્સ દ્વારા તમે 350+ લાઈવ ટીવી ચેનલ્સ, એરટેલ એક્સટ્રીમ પ્લે અને Disney+ Hotstar નો આનંદ માણી શકો છો.