Airtelનો નવો રિચાર્જ પ્લાન, ₹1499માં 84 દિવસ માટે અનલિમિટેડ ડેટા અને ફ્રી Netflix!

Anand
By -
0


અમદાવાદઃ ટેલિકોમ કંપની Airtel એ પોતાના પ્રીપેડ યુઝર્સ માટે એક આકર્ષક રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને 84 દિવસની વેલીડીટી સાથે કુલ 252GB ડેટા આપી રહ્યુ છે. OTT અને NETFLIX ના શોખીનો માટે નેટફલિક્સ નું બેઝિક સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ પ્લાનની કિંમત ₹1499 છે.


Airtel Netflix recharge plan News in Gujarati

જો તમે Reliance Jioના યુઝર છો તો તમને જણાવી દઈએ કે Jio પણ Netflix સાથે પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. જોકે Airtelનો આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ ઝડપી 5G ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરે છે તેમજ વધારે ડેટા ઓફર કરે છે.



આ પ્લાનની વિગતવાર માહિતી:-

Airtelના આ ₹1499 ના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને રોજિંદા 3GB ડેટા મળે છે. આ રીતે કુલ 84 દિવસમાં યુઝર્સને કુલ 252GB ડેટાનો લાભ મળે છે. આ ઉપરાંત, આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. એટલું જ નહીં, જે યુઝર્સ 5G નેટવર્ક ઝોનમાં છે તેમને આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટાનો પણ લાભ મળે છે.



ફ્રી Netflix સબ્સ્ક્રિપ્શન:-

આ રિચાર્જ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની સાથે યુઝર્સને ₹199 ની કિંમતનું ફ્રી Netflix બેઝિક સબ્સ્ક્રિપ્શન મળે છે. આ સબ્સ્ક્રિપ્શન દ્વારા યુઝર્સ એક જ સ્ક્રીન પર Netflix પર તેમની મનપસંદ મૂવીઝ અને વેબ સિરીઝ જોઈ શકે છે.



કોના માટે છે આ પ્લાન!

Airtelનો આ રિચાર્જ પ્લાન ડેટાના શોખીન અને OTT પ્લેટફોર્મ જેવા કે Netflix નો ઉપયોગ કરનારા યુઝર્સ માટે ઘણો ફાયદાકારક છે. જોકે, તમારે તમારી જરૂરિયાત અને ડેટા વપરાશને ધ્યાનમાં રાખીને પ્લાન પસંદ કરવો જોઈએ. આ પ્લાન વિશે વધુ માહિતી માટે Airtelની વેબસાઇટ અથવા Airtel સ્ટોરની મુલાકાત લઈ શકો છો.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)