Dell એ લોન્ચ કર્યું હાઈ પરફોર્મન્સ ગેમિંગ લેપટોપ ખૂબ જ ઓછી કિંમતમાં, જાણો ફિચર્સ

Jaydeep
By -
0

 

DELL કંપની દ્વારા 14 માર્ચના રોજ Alienware M18 R2 લેપટોપ લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક ગેમિંગ લેપટોપ છે. જો તમે પણ ગેમિંગ લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ લેપટોપ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. જે Alienware Cryo-Tech કુલિંગ ટેકનોલોજીની સાથે જોવા મળે છે. આ લેપટોપ નવા 14મી જનરેશન ઇન્ટેલ કોર i9-14900HX પ્રોસેસર અને Nvidia GeForce RTX 4090 GPU થી લેસ છે.




Dell Alienwarem18 R2નો 18 ઇંચનો ડિસ્પ્લે ફુલ-એચડી પ્લસ (1920x1200 પિક્સેલ) અને QHD+ (2560x1600 પિક્સેલ)ના રિઝોલ્યુશન ઓપ્શનમાં આવે છે. ફુલ-એચડી પ્લસ ઓપ્શન 165Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે, જ્યારે QHD+ ઓપ્શન 480Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. લેપટોપના બધા ડિસ્પ્લે વેરિઅન્ટ કમ્ફર્ટવ્યુ પ્લસ, એનવિડિયા જી-સિંક અને એએમડી ફ્રીસિંક ટેક્નોલોજી સાથે-સાથે એન્ટિ-ગ્લેર કોટિંગ સાથે આવે છે.


Alienware M18 R2 ની સ્પેસિફિકેશન્સ:


પ્રોસેસર - 13th Gen Intel® Core™ i9-13900HX (36 MB cache, 24 cores, 32 threads, up to 5.40 GHz Turbo)


ઓપરેટિંગ સિસ્ટમ - Windows 11 Home, English, French, Spanish


ગ્રાફિક્સ કાર્ડ - NVIDIA® GeForce RTX™ 4080, 12 GB GDDR6

મેમોરી- 32 GB: 2 x 16 GB, DDR5, 4800 MT/s

સ્ટોરેજ- 1 TB, M.2, PCIe NVMe, SSD


કૅમેરા- 1080p at 30 fps FHD IR camera
Dual-array microphones

સ્પિકર્સ- Stereo speakers, 2 W x 2 = 4 W total
Realtek ALC3254

બેટરી- 6 Cell, 97 Wh, integrated
Up to 5 hours, 47 minutes
330W AC adapter


Alienware ની શું છે કિંમત:

આ લેપટૉપની કિંમત $3,999.99 રાખવામાં આવી છે જેની કિંમત ભારતીય રૂપિયા ₹3,31,465.77 જેટલી થાય છે પરંતુ સ્પેશિયલ ઑફર સાથે માત્ર $3,499.99 માં ખરીદી શકો છો. જે આશરે ભારતીય ₹2,90,030.87 રૂપિયા જેટલી થાય છે

Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)