Redmi buds 5 : થોડા દિવસોમાં થઈ રહ્યા છે લોન્ચ, 40 કલાકનો હશે બેટરી બેકઅપ, જાણો લોન્ચ ની તારીખ અને કિંમત

Anand
By -
0


Xiaomi એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પોતાના નવા લોન્ચ થઈ રહ્યા Redmi buds 5 નો ફોટો શેયર કર્યો છે. Redmi buds 5 થોડા સમય પહેલા ઘણા બધા દેશોમાં લોન્ચ થયા હતા. અને લોન્ચ થતાં જ આ ઇયર બડ્સ ધૂમ મચાવી રહ્યા છે. કંપની હવે પોતાના યુઝર્સ માટે આ ઇયર બડ્સને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે.


REDMI BUDS 5 PRICE AND FEATURES IN GUJARATI

ક્યારે થશે લોન્ચ?

શાઓમી એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ અને પોતાની વેબસાઇટ ઉપર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે હવે તે પોતાના નવા આવી રહ્યા redmi buds 5 ને 12 તારીખે ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે.


શું હશે કિંમત અને ફીચર્સ ?

રેડમી ના આ બડ્સ થોડા સમય પહેલા ચીન માં લોન્ચ થયા હતા. આ બડ્સનો બેટરી બેકઅપ 40 કલાક નો છે અને 10 કલાક નોન સ્ટોપ ચાલી શકે છે. આ બડ્સને કાનમાંથી કાઢી નાખવાથી તે આપોઆપ સાઉન્ડ ને બંધ કરી દે છે.

આ બડ્સની ડિઝાઇન રેડમી બડ્સ 4 એક્ટિવ જેવી હશે. Xiaomi એ પોતાના redmi buds 5 ને સૂપરબડ્સ કહ્યા છે. આ બડ્સ કાળા, સફેદ અને આસમાની એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ હોઇ શકે છે. વાત કરીએ કિંમત ની તો આ બડ્સ ની કિંમત $46 (લગભગ 3800 રૂપિયા) હોઈ શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)