પાવર બેંકના આ સંકેત ને અવગણવાની ભૂલ ના કરતા, નહિતર લાગી શકે છે આગ !

Anand
By -
0


અત્યાર ના સમયમાં પાવરબેંક નો ઉપયોગ ઘણો બધો વધી ગયો છે. પણ જો તમે સાવચેત ના રહો તો આ તમારા માટે જાનલેવા સાબિત થઈ શકે છે. જો તમે પણ સસ્તી કે ખરાબ પાવરબેંક ચલાવો છો તો ચેતવી જજો કારણ કે જો તમે ખરાબ હોવા છતાં પણ પાવરબેંક ચલાવો છો તો બ્લાસ્ટ પણ થઈ શકે છે.


પાવર બેંકના આ સંકેત ને અવગણવાની ભૂલ ના કરતા, નહિતર લાગી શકે છે આગ | પાવરબેંક ટિપ્સ ગુજરાતી

જો પાવરબેંક દઈ રહી છે આ સંકેત તો ચેતી જજો !


1. જલ્દી અને વધારે ગરમ થઈ જવું : જો તમારી પાવરબેંક બહુ વધારે અને વધારે ગરમ થઇ જાય છે તો તેનો ઉપયોગ કરવાનો બંધ કરી દેવો જોઇએ.

2. પાવરબેંક માંથી ગંધ આવવી : જો પાવરબેંક માંથી પ્લાસ્ટિક બળવા જેવી ગંધ આવી રહી છે તો તમારે તેનો વપરાશ બંધ કરી દેવો જોઇએ નહીતર પાવરબેંક માં આગ લાગી શકે છે.


             Image Source: tech.hindustantimes

3. પાવરબેંક ફૂલી જવી : જો પાવરબેંક ફૂલી જાય તો તેને તરત કોઈ ખુલ્લી જગ્યાએ ફેંકી દેવી. પાવરબેંક ઓવર ચારજીંગ ના કારણે પણ ફૂલી શકે છે.

4. લીકેજ : જો તમારી પાવરબેંક માંથી કોઈપણ પ્રકારનો પદાર્થ લીક થઈ રહ્યો છે તો તરત જ પાવરબેંક થી દૂર થઈ જજો અને પાવરબેંક ને અડતા નઈ નહીતર તમને કરંટ લાગી શકે છે.

5. બેટરી પરફોર્મન્સ : જો પાવરબેંક ને પેહલા કરતા ચાર્જ થતાં વધારે સમય લાગે અથવા પેહલાની તુલનામાં ઓછો સમય બેટરી બેકઅપ આપે તો આ પણ એક કારણ હોઈ શકે છે.

6. ક્ષતિગ્રસ્ત ભાગ : જો તમારા પાવરબેંક ના બહાર નો કોઈ પણ તૂટી અથવા બળી ગયો છે તો તેને વાપરવાનું ટાળજો.

પાવરબેંક નો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો


1. પાવરબેંક ને તડકામાં ના રાખવી.
2. પાવરબેંક નો માત્ર ઈમરજન્સી ના સમયમાં ઉપયોગ કરવો જોઈએ.
3. પાવરબેંક ને પાણી કે કોઈપણ પ્રવાહી પદાર્થની જોડે ના રાખવી જોઇએ.
4. પાવરબેંક ને હંમેશા સાફસૂફ જગ્યાએ રાખવી.
5. પાવરબેંક માં કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો તેનો ઉપયોગ કરવાનો બંધ કરી દેવો.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)