હમણાં જ Jio એ પોતાના યુઝર્સ માટે ત્રણ નવા ઓટીટી પ્લાન રજૂ કર્યા છે. જેમાં વપરાશકર્તાઓને એક્સ્ટ્રા ડેટા ની સાથે સાથે બીજા ઘણા બધા લાભો મળે છે. જે લોકો jio યુઝર્સ છે તેમના માટે કંપની ઘણા બધા ઓટીટી પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન ફ્રી માં આપી રહી છે. Jio તરફથી અહીંયા ત્રણ પ્લાન્સ રજૂ કરવામાં આવ્યા છે.
₹૧૪૮ નો પ્લાન: આ પ્લાન માં પણ તમને ઘણા બધા લાભો મળે છે. આ પ્લાન ની વેલીડીટી ૨૮ દિવસ ની છે. અને ૧૦ જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે. આ પ્લાન માં પ્રાઈમ વિડિયો અને ડિઝની હોટસ્ટાર નું સબ્સ્ક્રિપ્શન મળે છે. એમ કુલ ૧૨ ઓટિટી એપ્સ નો લાભ મળે છે.
₹૩૯૮ નો પ્લાન: આ પ્લાન માં તમને રોજનો ૨ ડેટા મળે છે. આ પ્લાન ૨૮ દિવસ ની વેલીડીટી ની સાથે આવે છે. આ પ્લાન માં પણ ૧૨ ઓટીટી એપ્સ નું સબ્સ્ક્રિપ્શન મળે છે. જો તમે વધારે ડેટા નો વપરાશ કરો છો તો આ પ્લાન તમારા માટે સારો વિકલ્પ છે. જીઓ નો આ પ્લાન સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.
₹૧૧૯૮ નો પ્લાન: આ પ્લાન માં તમને ૧૪ ઓટીટી પ્લેટફોર્મ નું સબ્સ્ક્રિપ્શન મળે છે. આ પ્લાન માં દરરોજ ૨ જીબી ડેટા મળે છે. આ પ્લાન ની વેલીડીટી ૮૪ દિવસ ની છે. જેમાં ૧૮ જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે. અને jio tv premium નું એક્સેસ પણ મળે છે. જેનાથી તમે અલગ અલગ ટીવી ચેનલો નો આનંદ માણી શકો છો