શું તમારો ખરીદેલો મોંઘોદાટ Iphone નકલી તો નથી ને, આવી રીતે તપાસો

Anand
By -
0


આજકાલ લોકોમાં Iphone ખરીદવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે . જેને જોતા બજારમાં નકલી Iphone વેચવાનું પ્રમાણ પણ વધી ગયું છે. ઘણાં લોકો પૈસા ની બચત કરીને iphone ખરીદે છે અને થોડા મહિના પછી ખબર પડે છે કે તેમનો લાખો રૂપિયા આપીને ખરીદેલો iphone નકલી છે. જો તમે પણ iphone ખરીદવા જઈ રહ્યા છો અથવા તમે પણ iphone યુઝર છો તો ચાલો જાણીએ કે નકલી iphone ને કેવી રીતે ઓળખવો.


શું તમારો ખરીદેલો મોંઘોદાટ Iphone નકલી તો નથી ને, આવી રીતે તપાસો

1. IMEI number અને Serial number : iPhone માં સેટિંગ માં જઈને general ના ઓપ્શન ઉપર ક્લિક કરો અને About સેકશન પર ક્લિક કરો અને તેમાં સીરિયલ નંબર અને સીરિયલ નંબર ને કોપી કરો. હવે ગૂગલમાં આ વેબસાઇટ (www.checkcoverage.apple.com) માં જઈને બંને નંબરને વારાફરથી પેસ્ટ કરો. જો તેમાં ફોનનું મોડેલ નંબર બતાવે છે તો ફોન અસલી છે. અને જો કોઈ eror આવે છે તો તમારો ફોન નકલી છે.


2. Model number : તમારા iphone ના સેટિંગ માં જઈને about ઉપર ક્લિક કરો તેમાં જો તમારો મોડલ નંબર M થી શરૂ થાય છે તો તમારો iphone એકદમ નવો છે. જો નંબર N થી શરૂ થાય છે તો તેમાં કોઈ પાર્ટ બદલવામાં આવ્યો છે. જો નંબર F થી શરૂ થાય છે તો ફોનને રિપેર કરવામાં આવ્યો છે.


3. Iphone ની બોડી ની તપાસ : અસલી iPhone ની બોડીની ગુણવતા ખૂબ સારી હોય છે. જે એકદમ પ્રીમિયમ ફીલ આપે છે. જો iphone ની બોડી ખરાબ ગુણવતા વાણી છે તો તમારો iphone નકલી હોય શકે છે.


4. સોફ્ટવેરની તપાસ: અસલી iPhone માં યૂઝર ને ઓપરેટિંગ સિસ્ટમનું અપડેટ કરવાની સુવિધા મળે છે, જો તમારા iphone માં આ સુવિધા નથી તો તમારો ફોન નકલી છે.

iPhone ખરીદતા પેહલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

  • અસલી iPhone પેકેજિંગ અને લેબલીંગ સાથે આવે છે. અસલી પેકેજિંગમાં કોઈ પણ પ્રકારનું અજાણું ચિહ્ન નથી હોતું, અને iphone પેકેજિંગ સીલ સાથે આવે છે.
  • iphone ને હંમેશા માન્ય એપલ સ્ટોર અથવા એપલનાં ઑફિશ્યલ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો.

Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)