Cult ace x1 : આંતરરાષ્ટ્રીય ફિટનેસ બ્રાંડ cult.sport દ્વારા ભારતમાં સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે, જાણો ફીચર્સ

Anand
By -
0


Cult ace x1 smartwatch : પ્રખ્યાત ઇન્ટરનેશનલ ફિટનેસ બ્રાન્ડ cult.sport એ ભારત માં પોતાની સ્માર્ટ વોચ લોન્ચ કરી છે. આ સ્માર્ટ વોચ ની કિંમત રૂપિયા 7999 છે. પણ અત્યારે ઓફર માં આ સ્માર્ટ વોચ માત્ર 1999 માં મળી રહી છે. આ સ્માર્ટ વોચ ની ખાસ વાત એ છે કે આ સ્માર્ટ વોચ 2.2 ઇંચ ના અમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. આ સ્માર્ટ વોચ નો બેટરી બેકઅપ 7 દિવસ નો છે.


Cult ace x1 100 smartwatch in Gujarati


Cult ace x1 ના ફિચર્સ


ડિસ્પ્લે: આ ડિસ્પ્લે 368 x 448 પિક્સલ રિઝોલ્યુશન, 1000 નિટ પીક બ્રાઇટનેસ, અને 100 વોચ ફેસ અને નોન સ્ટોપ 2.04-ઇંચના AMOLED ઓન સ્ક્રીન સ્ક્રીન સાથે આવે છે.

હેલ્થ (આરોગ્ય મોડ): કલ્ટની નવી સ્માર્ટવોચ તમારા હૃદય ગતિ, ઊંઘ અને રક્ત ઓક્સિજન (SpO2) પર નજર રાખી શકે છે અને કૅલરી અને પગલાંઓને પણ ટ્રેક કરી શકે છે.

Cult ace x1 100 smartwatch in Gujarati


બ્લૂટુથ કૉલિંગ: એસ X1 બ્લૂટુથ 5.2 સાથે લેસ છે અને બ્લૂટુથ કૉલિંગને પણ સપોર્ટ કરે છે.

સ્પોર્ટ્સ મોડ: એસ X1 100 સ્પોર્ટ મોડ પ્રદાન કરે છે અને કલ્ટ વોચ એપથી કંટ્રોલ કરી શકાય છે.

બેટરી: આ સ્માર્ટવોચ 300 mah ની 7 દિવસ સુધીના  બેટરી બેકઅપ સાથે આવે છે .

કલર: આ સ્માર્ટ વોચ બજાર માં ત્રણ કલર માં ઉપલબ્ધ છે, બ્લેક ઓરેન્જ અને ગ્રીન


ભારત માં લોકો ની બજેટ માં સ્માર્ટ ફોન કે અન્ય ગેજેટ્સ ની માંગ બહુ રહે છે. આ સ્માર્ટ વોચ ભારત ના બજાર પ્રમાણે એક દમ અનુકૂળ રહે તેમ છે. બજેટ માં આ સ્માર્ટ વોચ લોકો ની પહેલી પસંદગીનું કારણ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)