ભારત માં 5G લોન્ચ થયા બાદ અત્યાર સુધી જીઓ અને એરટેલે દેશના મોટા ભાગના વિસ્તારો સુધી પોતાની સર્વિસ શરૂ કરી દીધી છે આ કંપનીઓ આવનારા થોડા દિવસોમાં પોતાના 5G પ્લાન્સ પણ રજુ કરી શકે છે. તમને જણાવી દઈએ કે વોડાફોન આઈડિયાએ હજી સુધી પોતાની 5G સર્વિસ ની ઘોષણા કરી નથી. મળી રહેલી માહિતી પ્રમાણે વોડાફોન આઈડિયા આવનારા ટૂંક જ સમયમાં પોતાની 5G સેવાઓનો પ્રારંભ કરવા જઈ રહી છે .જાણકારી પ્રમાણે મુંબઈ પુણે અને દિલ્હીમાં તેમની 5G નેટવર્કનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
ક્યાર સુધી લોન્ચ થશે 5G નેટવર્ક
વોડાફોન આઈડિયા છેલ્લા ઘણા સમયથી નુકસાન નો સામનો કરી રહી હતી. માટે કંપનીને પોતાની 5G સેવાઓ શરૂ કરવા માટે વિલંબ થઈ રહ્યો હતો. પરંતુ હવે કંપની ના નુકસાનમાં ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ પ્રમાણે કંપની નું નુકસાન 8737 કરોડથી ઘટીને 6985 કરોડ થઈ ગયું છે. બીજી તરફ કંપની ની કમાણી માં પણ ઘટાડો જોવા મળ્યો છે. જે ૧૦૭૧૬ કરોડ થી ઘટીને ૧૦૬73 થઈ ગઈ છે.
કંપની એ પોતાના 5G નેટવર્ક ની ટ્રાયલ શરૂ કરી દીધી છે
જાણકારી પ્રમાણે કંપની એ ભારત ભરનાં 17 સર્કલો માં 5G સ્પેક્ટ્રમ હાંસિલ કરી લીધા છે. આ યાદીમાં આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, કેરળ, કોલકાતા, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ (પૂર્વ), ઉત્તર પ્રદેશ (પશ્ચિમ) અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. હવે કંપની આવનારા સમયમાં ભારતમાં પોતાની 2G અને 3G સેવાઓને બંધ કરી દેશે.