ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) એ થોડા સમય પહેલા પોતાનો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર પૃથ્વીનો એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટો થોડા જ સમયમાં ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં પૃથ્વીનો ખૂબ જ અદભુત નજારો દેખાઈ રહ્યો છે.
નાસાએ પણ આ ફોટો શેર કરીને કેપશનમાં લખ્યું છે કે અંતરિક્ષ યાત્રીઓએ પણ પોતાના રોજના શેડ્યુલમાંથી બ્રેક લેવો જોઈએ. તમારે પણ આવુ કરવું જોઇએ. માઈન્ડ ફૂલનેસ અને ધ્યાન નો અંતરિક્ષ યાત્રીઓ દ્વારા અંતરિક્ષમાં લાંબા સમયગાળાના મિશન માટે ઉપયોગ કરવામાં આવે છે.
ISS એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલમાં ફોટો શેર કરીને કેપ્શન માં લખ્યું છે કે " પૃથ્વીના વાયુ મંડળની ચમક અને તારાઓથી ભરેલા આકાશની આ ફોટોને ISS એ પોતાના કેમેરામાં કેદ કરી છે. ફોટોમાં ISS પાપુઆ ન્યુ ગીનીના ઉત્તર - પૂર્વમાં આવેલા પ્રશાંત મહાસાગર થી 400 કિલોમીટર ઉપર થી પસાર થઈ રહ્યુ છે.
ISS દ્વારા લેવામાં આવેલી આ ફોટોમાં પૃથ્વીની ઉપર સોનેરી ચમક દેખાઈ રહી છે. Space.com ના આધારે આ ઘટનાને AIRGLOW ના નામથી ઓળખવામાં આવે છે. અંતરિક્ષની આ પ્રકારની ફોટો નાસા પણ શેર કરતું હોય છે.