સ્ટુડન્ટ્સ માટે ASUS એ લોન્ચ કર્યું, સસ્તું chromebook

Anand
By -
0


Asus એ સ્ટુડન્ટ્સ માટે Asus Chromebook CM14 ને ભારત માં લોન્ચ કર્યું છે. આ લેપટોપ ઓછી કિંમતમાં ધમાકેદાર પરફોર્મન્સ અને લાંબી બેટરી લાઈફ આપે છે.


Chromebook CM14 Gujarati

Asus Chromebook CM14 MediaTek ના Kompanio 520 પ્રોસેસરથી લેસ છે. આ પ્રોસેસર તમને ઝડપી પરફોર્મન્સ આપે છે, ભલે તમે ઓનલાઈન ક્લાસ કરો, પ્રોજેક્ટ બનાવો કે મૂવીઝ જુઓ. અને સાથે જ, આ લેપટોપ મિલિટરી-ગ્રેડ પ્રોટેક્શનની સાથે આવે છે.


આખો દિવસ ચાલે બેટરી:

આજના સમયમાં લાંબી બેટરી લાઈફ ખૂબ જ મહત્વની છે. Asus Chromebook CM14 ને એક વાર ચાર્જ કરવાથી આશરે 15 કલાક સુધીનો બેટરી બેકઅપ આપે છે. 


અન્ય ફીચર્સ:

આ લેપટોપ 14-ઇંચની ફુલ HD ડિસ્પ્લે સાથે આવે છે.

તેમાં 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ જોવા મળે છે.  જે ફાઈલો, ફોટા અને વિડિઓઝ સંગ્રહિત કરવા માટે પૂરતો છે અને 720p નો વેબ કેમેરો પણ આપવામાં આવેલો છે.


ક્યાંથી ખરીદવું?

Asus Chromebook CM14 ગ્રેવિટી ગ્રે કલરમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત ₹26,990 છે. તમે તેને Amazon પરથી ખરીદી શકો છો જેથી તમને અન્ય ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.


Asus Chromebook CM14 સ્ટુડન્ટ્સ અને યુવા પ્રોફેશનલ્સ માટે એક સારો વિકલ્પ છે જેઓ ઓછા બજેટમાં અને સારી બેટરી લાઈફવાળુ લેપટોપ શોધી રહ્યા છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)