દુનિયા માં સૌ પ્રથમ ટચ સ્ક્રીન સ્માર્ટફોન લોન્ચ કરનારી કંપની એપલ હવે પોતાના એક નવા પ્રોડક્ટને બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. જેની લોકો ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા. Apple કંપની ના સીઇઓ ટીમ કુકે પોતાના x હેન્ડલ ઉપર જાહેરાત કરી છે કે કંપની હવે પોતાના નવા પ્રોડક્ટ Apple vision pro ને બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Apple Vision pro માં યુઝર્સ માટે 600 અલગ અલગ કેટેગરીના એપ્સ તૈયાર કરવામાં આવ્યા છે જેને 3D સ્પેસ ની મદદ થી વાપરી શકાશે.
Apple vision pro ની પ્રી બુકિંગ શરૂ થઈ ગઈ છે. જેણે ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યાં છે. ટીમ કુકે એ કહ્યું કે Apple vision pro માં યુઝર્સ ને 10 લાખ થી પણ વધારે એપ્સ વાપરવા મળશે જેમાંથી 600 એપ્સ ને vision pro માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આવનારા દિવસોમાં ઘણા બધા ફંકશન ઉમેરવામાં આવશે.
શું છે Apple vision pro
Apple vision pro એ એક પ્રકારનું vr ડીવાઈસ છે. પણ તેને vr કરતા ઘણી એડવાન્સ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. Apple vision pro એ હેડસેટ છે જેને આંખો ઉપર પહેરી શકાય છે. Apple vision pro માં વિડિયો જોઈ શકાય છે. તેમાં ઇન્ટરનેટ બ્રાઉસિંગ અને પ્રેઝન્ટેશન તૈયાર કરી શકાય છે. Apple Vision pro માં 12 કેમેરા, 5 સેન્સર્સ, 6 માઈક્રોફોન અને એપલ ની m1 ચિપ અને નવી r1 ચિપ લગાવવામાં આવી છે. અને 2 કલાક નો બેટરી બેકઅપ મળે છે.
કેટલી છે Apple vision pro ની કિંમત:
Apple vision pro ની સેલ શુક્રવાર થી શરૂ થઈ ગઈ છે. કિંમત ની વાત કરીએ તો કિંમત $3499 (289934 રૂપિયા) રાખવામાં આવી છે.
saras
જવાબ આપોકાઢી નાખો